CAB: આસામમાં ભારે વિરોધ પ્રદર્શન, સેના બોલાવવી પડી, CM સોનોવાલ ગુવાહાટી એરપોર્ટ પર ફસાયા
CAB: આસામમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતાં. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ડિબ્રુગઢમાં સેના (Indian Army) બોલાવવામાં આવી છે.
ગુવાહાટી: નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) વિરુદ્ધ આસામ (Aasam) માં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગુવાહાટીમાં બુધવારે પણ જબરદસ્ત પ્રદર્શન (Protest) થયા. વિદ્યાર્થીઓએ અનેક ગાડીઓમાં આગચંપી કરી. રાજ્યના મુખ્યમંત્રી સર્બદાનંદ સોનોવાલ ગુવાહાટી એરપોર્ટ પર કેટલાય કલાકોથી ફસાયેલા છે. એરપોર્ટની બહાર ભારે સંખ્યામાં ભીડ હાજર છે અને નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરી રહી છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન બિલ 2019ને લઈને આસામના અનેક ભાગમાં હિંસા જોવા મળી રહી છે. આસામના સ્થાનિક લોકોને ડર છે કે આ બિલથી બાંગ્લાદેશી પ્રવાસીઓને કાયદેસર બનાવવામાં આવશે. જેનાથી તેમની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખને જોખમ ઊભુ થશે. સ્થાનિક આસામી લોકો નોકરી અને અન્ય તકોના નુકસાનથી પણ ડરી રહ્યાં છે.
Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'
અત્રે જણાવવાનું કે આસામમાં આ બિલનો પૂરજોશમાં વિરોધ થઈ રહ્યો છે. રાજ્ય સચિવાલયની પાસે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઝડપ થઈ હતી. પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતાં. પ્રદર્શનને ધ્યાનમાં રાખતા ડિબ્રુગઢમાં સેના (Indian Army) બોલાવવામાં આવી છે. અનેક ટ્રેનોને કાં તો રદ કરાઈ છે અથવા તો તેના રસ્તા બદલી નાખવામાં આવ્યાં છે. ટ્રેનોના ટાઈમ ટેબલમાં પણ ફેરફાર કરાયા છે.
Citizenship Amendment Bill: લોકસભામાં પાસ પણ રાજ્યસભામાં શું થશે? અહીં પણ BJPનું પલડું છે ભારે, જુઓ સમીકરણ
બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) બુધવારે રાજ્યસભા (Rajya Sabha) માં કહ્યું કે આસામ સંધિની ક્લોઝ-6 મુજબ એક સમિતિ સાંસ્કૃતિક અને સામાજિક ઓળખ તથા સ્થાનિક ભાષાના લોકો સંબંધિત તમામ ચિંતાઓનું સમાધાન કરશે. શાહે ઉપલા ગૃહમાં નાગરિકતા સંશોધન બિલ 2019ને રજુ કરતા કહ્યું કે હું આ સદનના માધ્યમથી આસામના તમામ મૂળ નિવાસીઓને આશ્વસ્ત કરવા માંગુ છું કે એનડીએ સરકાર તેમની તમામ ચિંતાઓનું ધ્યાન રાખશે. ક્લોઝ 6 મુજબ બનાવવામાં આવેલી સમિતિ તમામ ચિંતાઓને ધ્યાનમાં લેશે.
નાગરિકતા સંશોધન બિલ: જે તારીખથી શરણાર્થી ભારત આવ્યા છે તેમને તે દિવસથી નાગરિકતા મળશે: અમિત શાહ
શાહે કહ્યું કે ક્લોઝ 6 હેઠળ સમિતિની રચના નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી તે પછી કરવામાં આવી. છેલ્લા 35 વર્ષ કોઈ પણ પરેશાન કે ચિંતિત થયું નહીં. તેમણે કહ્યું કે જ્યારે આસામ સંધિ પર તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યાં ત્યારે રાજ્યમાં આંદોલન બંધ થયા હતાં અને લોકોએ ઉજવણી કરી. ફટાકડા ફોડ્યા પરંતુ સમિતિની રચના ક્યારેય થઈ નહીં. મંત્રીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આસામિયા લોકોની સમસ્યાનું સમાધાન શોધવામાં આવે. તેમણે ક્લોઝ 6 હેઠળ બનેલી સમિતિને પોતાનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવાનો આગ્રહ પણ કર્યો.
આ VIDEO પણ ખાસ જુઓ...
દેશના વધુ સમાચારો વાંચવા કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube